આવનારને જીવનમાં તો આવકારો, દેજો ના એને તો જાકારો
વાત હૈયામાં આ તો ઉતારો (2)
આવ્યું દુઃખ એને પણ સત્કારો, વાસ્તવિકતાને જીવનમાં તો સ્વીકારો
સફળતાનો ઢંઢેરો તો ના પીટાવો, આંટીઘૂંટીમાં ના કોઈને તો નાખો
સત્યને જીવનનું તો અંગ બનાવો, હિંસાને તો હૈયેથી હટાવો
પ્રેમને જીવનમાં તો અપનાવો, વેરને હૈયેથી દૂર ને દૂર રાખો
શંકાને જીવનમાં તો સ્થાન ન આપો, ઈર્ષ્યાના મૂળને તો ત્યાંથી કાપો
મિત્રો ને સાથીદારોને તો આવકારો, દેજો ના કદી એમને તો જાકારો
આવ્યા સંજોગોને દેજો આવકારો, કદી ના એનાથી તો કંટાળો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)