તમે માનો ન માનો, ફરક પ્રભુને નથી એમાં તો પડવાનો
રચી છે સૃષ્ટિ તો જેણે સમજીને, ફરક એમાં નથી એ કરવાનો
કરશો સાચું કે ખોટું જગમાં સદા, એ તો નીરખી રહેવાનો
કર્મથી બાંધ્યા છે જ્યાં સહુને, કર્મથી ન્યાય તો એ તોલવાનો
રહેશે દૂર કે પાસે એ તો, સાચા ભાવે એ તો ભીંજાવાનો
સાધી જ્યાં એકતા એની સાથે, દોડી-દોડી આવી એ તો જવાનો
તારા ને તારા વિકાર, દૂર ને દૂર, સદા એને તો રાખવાનો
સર્વવ્યાપક ને સમર્થ હોવા છતાં, સરળ એ તો રહેવાનો
છે સહુનો બનવા તૈયાર એ તો, સહુનો એ તો બનવાનો
પ્રેમથી ને ભાવથી બોલાવ્યો જ્યાં એને, ત્યાં તો એ રહેવાનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)