ખૂટ્યું એ તો ખૂટ્યું, પાછું ના એ મેળવાયું, ખૂટ્યું એ તો ખૂટ્યું
જીવન તો છે રે સમયનું તો ભાથું, વપરાતાં ને ખરચાતાં એ તો ખૂટ્યું
જેવું તો છે, જેની પાસે જેટલું ભાથું, સહુ સાથે લઈને જે આવ્યું
વિવેકે તો એ દીપ્યું, ના એ તો વધ્યું, પણ ખૂટ્યું એ તો ખૂટ્યું
રાત-દિનના વપરાશે રહ્યું એ તો ઘટતું, કદી ના એ તો વધ્યું
મેળવતા માનવતન તો મળ્યું, ભાથું, મળ્યું એટલું તો મળ્યું
વાપર્યું કેવું ને કેટલું, પ્રભુએ ગણતરીમાં બધું તો રાખ્યું
કરશું યાદ અન્યએ શું કર્યું, રહેશે ભાથું, વ્યર્થ એમાં તો ખૂટતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)