ક્ષણની આતુરતાથી રાહ જુઓ (2)
આવશે ક્યારે નહીં એ તો સમજાય, જોજે હાથમાંથી ના એ નીકળી જાય
સમય-સમય પર તો થાતું રહે, સમય પર જ એ તો થાય - આવશે...
જઈશ જ્યાં તું એ તો ચૂકી, જોજે હાથ ઘસતો તું ના રહી જાય - આવશે...
રાહ તારી લાવે ક્ષણ જે નજદીક, જોજે આળસ ના એને ખેંચી જાય - આવશે...
ધીરજની મૂડી રાખજે તું સાથે, જોજે અધવચ્ચે ના એ ખૂટી જાય - આવશે...
ક્ષણની ભૂલ તો તારી જાશે એને ખેંચી, આવશે ક્યારે પાછી, ના એ કહેવાય - આવશે...
હર ક્ષણની કિંમત તો છે જુદી, જોજે જીવનમાં કદી ના એ વીસરાય - આવશે...
વીતી ક્ષણની કિંમત ચૂકવવી પડશે તારે, જોજે પસ્તાવો હાથમાં ના રહી જાય - આવશે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)