અનુભવ્યો ખચકાટ શાને, પડ્યા ઊંડા વિચારમાં તો શાને
હૈયે હાથ રાખીને જગને કહી દો, હૈયું હજી સત્યથી ભર્યું છે
ચાલવું નથી મારે જગની રાહે, પહોંચવું નથી પતનને આરે - હૈયે...
સહી વંટોળ જીવનમાં તો લીધા, અડીખમ એમાં તો ઊભા - હૈયે...
નયનોમાં તેજસ્વિતા તો લાવો, જીવનમાં તત્પરતા ઉભરાવો - હૈયે...
સહ્યાં અપમાનો તો ઘણાં, મારગ સત્યના તોય ના મૂક્યા - હૈયે...
રાહે-રાહે કાંટા રહ્યા મળતા, મારગ એમાંથી તો રહ્યા કાઢતા - હૈયે...
ના પગલાં તોય પાછાં ભર્યાં, મંઝિલ તરફ રહ્યા સદા ચાલતા - હૈયે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)