ના પ્રેમથી તો જે સમજ્યા, ના દબાણથી પણ જે સમજ્યા
સમજશે જીવનમાં, એ તો કેમ અને ક્યારે (2)
ના ભૂલ તો જે સમજ્યા, સમજાવવા છતાં જે ના સમજી શક્યા - સમજશે...
ના વાર્યા તો જે સમજ્યા, ના હાર્યા તો જે સમજ્યા - સમજશે...
ના ઇશારાથી તો જે સમજ્યા, ના મારથી ભી તો જે સમજ્યા - સમજશે...
ના સ્વાર્થમાં તો જે સમજ્યા, ના પરમાર્થમાં ભી જે સમજ્યા - સમજશે...
ના વાણીથી તો જે સમજ્યા, ના મૌનથી ભી તો જે સમજ્યા - સમજશે..
ના પગે પડવાથી ભી જે સમજ્યા, ના લાતથી ભી તો જે સમજ્યા - સમજશે...
ના કાકલૂદીથી તો જે સમજ્યા, ના મનાવવાથી ભી તો જે સમજ્યા - સમજશે...
ના ડરથી ભી તો જે સમજ્યા, ના સમજદારીથી ભી તો જે સમજ્યા - સમજશે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)