ભર્યું-ભર્યું ચોખ્ખું નીર તો સરોવરમાં, પીનાર, એનો તો જોઈશે
વહેતી ને વહેતી રહી છે શક્તિ પ્રભુની તો જગમાં, ઝીલનાર, એનો તો જોઈશે
ભર્યા-ભર્યા હોય ભલે અન્નના તો ભંડાર, ખાનાર, એનો તો જોઈશે
હોય ભલે ભરપૂર લક્ષ્મીનો રે ભંડાર, ભોગવનાર, એનો તો જોઈશે
કહેવી હોય જો વાત તો દિલની, સાંભળનાર એને તો જોઈશે
પડ્યું છે ભર્યું-ભર્યું શાસ્ત્રોમાં તો જ્ઞાન, સમજાવનાર એનો તો જોઈશે
પડ્યો છે જલવા દીપક તો તૈયાર, પ્રગટાવનાર, એનો તો જોઈશે
પડ્યાં છે ધરતીમાં તો રત્નો રે અપાર, કાઢનાર, એનો તો જોઈશે
હોય કવિ, ગવૈયા ભલે ખૂબ હોશિયાર, દાદ દેનાર, એનો તો જોઈશે
રહ્યા છે પ્રભુ તો પાસે આવવાને તૈયાર, બોલાવનાર, એનો તો જોઈશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)