વાતો કરવી મોટી-મોટી, પળે-પળે રહે ડહાપણની દાઢ ફૂટતી
આચરણ વિના તો એ છે, જાણે ઘી વિનાની સૂકી રોટી
દયા-ધરમની કરવી વાતો ઘણી, પરકાજે દમડી ભી ના છૂટી - આચરણ...
સલાહ તો સંપની દીધી ઘણી, ઝઘડાની ઘરમાં વૃત્તિ ના છૂટી - આચરણ...
સેવાની કરી વાતો તો મોટી, કરવા ટાણે બહાનાં ગોતે જો વૃત્તિ - આચરણ...
વેરાગ્યની વાતો કરી રે ઘણી, લોલુપતા હૈયેથી જો ના હટી - આચરણ...
તપસ્યા જ્ઞાનની કરી રે ઘણી, સમયસર સરવાણી એની જો ના ફૂટી - આચરણ...
ધ્યાનની બડાશ હાંકી રે ઘણી, પળે-પળે રહે જો એકાગ્રતા તો તૂટી - આચરણ...
રહે પાંપણો ભલે આંસુ ઝરતી, કઠોરતા હોય હૈયે જો ભરી-ભરી - આચરણ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)