રહે ભલે પ્રભુ તારી નજરથી તો દૂર ને દૂર
રાખતો ના તું, એને રે, તારા હૈયાથી તો દૂર
લાગે ભલે તને ક્યારેક જીવનમાં, નથી કાંઈ એ ક્રૂર - રાખતો...
તારા કાજે તો રહે છે રે વહેતાં, એના હૈયામાં ભાવનાં પૂર - રાખતો...
રહેજે રે સદા અને થાજે તું, એના ભાવમાં ચકચૂર - રાખતો...
છે એ તો તારા, બનાવજે એને તારા ભાવથી મજબૂર - રાખતો...
કરતો ના કોઈનું અનિષ્ટ, રહેજે એનાથી તો દૂર ને દૂર - રાખતો...
મન ને ભાવ છે તારી પાસે, રાખજે સાથે, રહેશે ના એ તો દૂર - રાખતો...
છે બધું તો એની રે પાસે, એની પાસે છે બધું ભરપૂર - રાખતો...
જઈશ ના પાસે કે લાવીશ પાસે, રહેશે એ તારાથી દૂર ને દૂર - રાખતો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)