શું હાથમાં તો છે પાસે તારી, જોઈએ છે જીવનમાં તો શું
મેળવવું કઈ રીતે એને, કરજે વિચાર એનો તો તું
નથી હાથમાં પાસે તો જે તારી, કર ના અફસોસ એનો તો તું
લઈ દોર હકીકતનો તો હાથમાં, રહેજે દૃઢ એમાં તો તું
દોડાવજે ના તું કલ્પનાના તો ઘોડા, વળશે એમાં તો તારું શું
લઈ પકડી યત્નો ને પુરુષાર્થનો દોર, કરજે સવારી એના પર તો તું
હટતો ના તું તારા પથ પરથી, પહોંચીશ લક્ષ્ય પર તો તું
હલી જઈશ જ્યાં તો તું જીવનમાં, જઈ પહોંચીશ ક્યાંનો ક્યાં તું
સ્વસ્થતા ને સ્વસ્થ વિચારો તો તારા, લાવશે ના ધાર્યું પરિણામ શું
રહેજે સ્થિર તો તુજમાં, સમજજે જરા, નથી વિકલ્પ બીજો તો તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)