છૂટ્યાં તો નીર, નયનોથી સામસામાં રે જ્યાં, સામસામાં રે જ્યાં
બની ગયું મુશ્કેલ કહેવું ત્યાં, કોણ કોને ઘાયલ ત્યાં કરી ગયું
રહ્યા નીરખતા એકબીજાને, સામસામા રે જ્યાં, સામસામા રે જ્યાં
બની ગયું મુશ્કેલ કહેવું તો ત્યાં, કોણ કોને તો નીરખી રહ્યું
વધી ગઈ ધડકન હૈયાની, તો સામસામી રે જ્યાં, સામસામી રે જ્યાં
બની ગયું મુશ્કેલ કહેવું તો ત્યાં, કોણ કોની તો વધારી ગયું
તન ભાન ભુલાયું ત્યાં, જગ ભુલાયું ત્યાં, રહ્યા સામસામા તો ત્યાં, સામસામા તો ત્યાં
બની ગયું મુશ્કેલ કહેવું તો ત્યાં, કોણ ભાન વધુ ભૂલી ગયું
લાગી ગઈ આગ હૈયામાં જ્યાં, સામસામી તડપન ઊઠી રે ત્યાં, ઊઠી રે ત્યાં
બની ગયું મુશ્કેલ કહેવું તો ત્યાં, કોણ કોને વધુ તડપાવી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)