છે સહુ પાસે તો માપદંડ જુદા-જુદા, માપશે સંજોગોને પોતાના માપદંડથી રે
લોભિયા તો માપશે, જીવનમાં હર સંજોગોને તો લોભથી રે
વિવેકી તો માપશે, જીવનમાં હર સંજોગોને તો વિવેકથી રે
સમજદાર તો માપશે, જીવનમાં હર સંજોગોને તો સમજદારીથી રે
જ્ઞાનીઓ તો માપશે, જીવનમાં હર સંજોગોને તો જ્ઞાનથી રે
દયાળુઓ તો માપશે, જીવનમાં હર સંજોગોને તો દયાથી રે
પ્રેમીઓ તો માપશે, જીવનમાં હર સંજોગોને તો પ્રેમથી રે
સ્વાર્થીઓ તો માપશે, જીવનમાં હર સંજોગોને તો સ્વાર્થથી રે
કર્મવાદીઓ તો માપશે, જીવનમાં હર સંજોગોને તો કર્મથી રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)