ખબર નથી શરૂ થયું છે રે જીવન,અંત આવશે ક્યારે એની ખબર નથી
આવશે મુકામો એમાં તો ઘણા ઘણા, પડશે ત્યારે કહેવું જીવનમાં, ખબર નથી
આવ્યા જગમાં ક્યાંથી એ પણ ખબર નથી, જાશું કરી જીવન પૂરું ક્યાં એ ખબર નથી
મને ખબર નથી, ખબર નથી જીવનમાં શું કરતો જાઉં છું, જાઉં છું ક્યાં ખબર નથી
બેધ્યાનપણાનો આશિક બન્યો છું, ધ્યાનથી જીવનમાં દૂરને દૂર હું રહેતો જાઉં છું
ચાહું છું શાંતિ જીવનમાં હું તો, છે ડૂબેલું હૈયું, અશાંતિમાં મળશે શાંતિ કેટલી ખબર નથી
રહ્યો છું કરતોને કરતો પુરુષાર્થ હું તો જીવનમાં, મળશે સફળતા કેટલી, એની મને ખબર નથી
લાગે છે જીવનમાં બધા મને તો મારા, રહેશે કોણ અને કેટલા મારા, મને એની ખબર નથી
બોલ્યો જીવનમાં કેટલું સાચું, કેટલું ખોટું, ગણત્રી એની નથી, એની મને ખબર નથી
કરીશ જીવનમાં ક્યારે અને શું, એની મને ખબર નથી, એની મને ખબર નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)