દિન કયા કાયમના તો રહ્યા, આવ્યા એ તો જાતા રહ્યા
શું માઠા કે સારા દિન, જીવનમાં તો એ વીતતા ગયા
આવ્યા જેમ શ્વાસો તો તનમાં, એમ એ તો જાતા રહ્યા
આવી પળો જીવનમાં તો જ્યાં, ગઈ વીતી એ ભી જીવનમાં
આવતા ને જાતા રહ્યા, ચક્ર ભાગ્યનાં તો ફરતાં રહ્યાં
આવ્યા જે-જે જીવનમાં, જીવનમાં કંઈક ને કંઈક એ દેતા ગયા
ગયા કે આવ્યા, કર્યા ઉપયોગ જેટલા, ગણતરીમાં એ રહ્યા
આવ્યા કે મળ્યા જે-જે જીવનમાં, જમા હિસાબમાં થાતા ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)