થયો છે અન્યાય કે મળ્યો છે ન્યાય જીવનમાં, ના એ તો કહી શકું
જીવનમાં જ્યાં પૂર્વજન્મની કિતાબ, પાસે તો ખુલ્લી નથી (2)
વિચારોએ વાળ્યો દાટ જીવનમાં, કે હિંમતના અભાવે, ના એ તો કહી શકું
આવી મળ્યા જીવનમાં અચાનક, કે પૂર્વયોજિત હતું એ, ના એ તો કહી શકું
વિના વિચારે થઈ ગયું, કે આડેધડ એ બની ગયું, ના એ તો કહી શકું
કારણ વિના દુઃખ જાગી ગયું કે દીધું, કે એ બનવાનું હતું, ના એ તો કહી શકું
વૃત્તિઓમાં ગયો ખેંચાઈ, કે મજબૂરીનું એ પ્રદર્શન હતું, ના એ તો કહી શકું
સ્વીકારી ના શક્યો જીવનમાં ઘણું, હતું શું એ અહંનું નડતર, ના એ તો કહી શકું
ટપક્યું આંખથી અશ્રુબિંદુ, હતું નિરાશાનું પ્રતીક કે સ્વાર્થનું આંસુ, ના એ તો કહી શકું
જીવનમાં હતો એ ભાગ્યનો ઘા, કે એ મનનો વંટોળ હતો, ના એ તો કહી શકું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)