રહી છે ચડતી આળસ તારા તો હૈયે, આજે એને તો તું ખંખેરી નાખ
છે વેળા-વેળાની તો આ વાતો, જોજે, વેળા ના હાથથી વીતી જાય
છે કોઈ કારણ, પાસે તો તારી, મળશે માનવદેહ તને તો સદાય
છૂટ્યું તીર હાથથી તો જે તારે, અધવચ્ચે રોકી શકીશ એને તું ક્યાંય
રહેજે કરી ઉપયોગ કિરણોને, જોજે બની વ્યાપ્ત ના પથરાઈ જાય
જાગી જ્યાં સદ્દભાવના હૈયે, ચરિતાર્થ કરજે એને તું ત્યાં ને ત્યાં
જાગ્યો વિચાર મનમાં જે તારા, જોજે અમલમાં મૂકતા ના લાગે વાર
મળે ઓળખાણ તારી તને જો પાક્કી, જાજે ડૂબી એમાં તો સદાય
છે હાથમાં તો જે તારા, જોજે ના હાથમાંથી એ નીકળી જાય
પીરસ્યો છે થાળ જે પ્રભુએ, જોજે આળસમાં ના એ રહી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)