રહ્યો છે કહેતો ને કહેતો, કોઈ ને કોઈ, અંદર તો તને
રહ્યા છે ઊઠતા, જુદા-જુદા અવાજ, રહ્યા છે મૂંઝવતા તને
ના લઈ શક્યો નિર્ણય તો તું, ના સાચું શોધી શક્યો તું એને
વિરુદ્ઘ વિચારોની ધારા, નાખી ગઈ ઘર્ષણમાં તો તને
ના શોધી શક્યો મારગ તારો, જાજે પ્રભુ કાં સંતના ચરણે
ના પસ્તાઈશ જીવનમાં તું કદી, અનુસરજે જીવનમાં તારા સાચા અવાજને
છે અવાજ એ બંને તારા, જન્મ્યા છે જ્યાં તુજમાં એ બંને
સાંભળી શાંતિથી, અનુસરજે જીવનમાં તારા સાચા અવાજને
જોડી તારી ફરતી વૃત્તિઓને એમાં, ગૂંચવતો ના એ અવાજને
વિશુદ્ધ અવાજ છે એ તો પ્રભુનો, રહ્યો છે સંભળાવતો એ તો તને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)