હતી ના હસ્તી જે દર્દની, ખર્ચી સમય ને શક્તિ, ઉધાર મેં તો લીધું છે
ચલાવી લીધું એમાં તણાઈ-તણાઈ, કિંમત મજબૂરીની તો ચૂકવી દીધી છે
રમતો હતો હૈયે જે વિશ્વાસે, પીછેહઠ એમાં તો કરી લીધી છે
સંગત સદ્દગુણોની તો છોડી, દુર્વૃત્તિઓ તો સદા પોષી છે
અનિર્ણીત રહીને જીવનમાં તો, સમયની કિંમત સદા ચૂકવી છે
તૂટતી રહી છે મૂડી સંયમની જીવનમાં, પરંપરા ભૂલોની ના તૂટી છે
તણાઈ લોભ-લાલચે, લઈ રસ્તા ખોટા, જીવનમાં મુસીબતો ઊભી કીધી છે
મળ્યા રસ્તા કાંટાળા કે સાંકડા, ચાલવું જીવનમાં એના પર પડ્યું છે
પાડવી બૂમ કે કરવું સહન, એના વિના ના હાથમાં બીજું રહ્યું છે
રાખવું હશે જીવનમાં દર્દને દૂર, દર્દથી દૂર જીવનમાં રહેવું પડવાનું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)