રાખજો નજર તમે તમારાં કર્મો પર, તમારાં કર્મો જીવનમાં તમને નડ્યાં છે
વિચારોને જ્યાં-ત્યાં ભમવા ના દેશો, ખોટા વિચારો તમારા તમને નડ્યા છે
રાખજો કડક નજર તમારા વર્તાવો ઉપર, ખોટા વર્તાવો તમારા, તમને નડ્યા છે
કાઢશો ના જીવનમાં જેમતેમ શબ્દો, તમારા ખોટા શબ્દો, તમને નડે છે
બન્યા ખોટા ઉતાવળા જ્યાં જીવનમાં, ખોટી ઉતાવળ જીવનમાં, તમને નડે છે
કીધી ના કોશિશ, સાચું જ્ઞાન મેળવવા જીવનમાં, અજ્ઞાન તમારું, તમને નડે છે
વગર વિચારે કર્યા ક્રોધ તો જીવનમાં, ક્રોધ તમારા તો તમને નડે છે
ધરશો ના ધીરજ, આળસમાં તો રાચી, તમારી આળસ તો તમને નડે છે
આવડત વિના કરી બડાશો જ્યાં જીવનમાં, તમારી બડાશ તો તમને નડે છે
જગાવ્યાં વેરઝેર તો જે-જે જીવનમાં, તમારા વેરઝેર તો તમને નડે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)