શું કહું, શું કહું, તને રે પ્રભુ, હવે તો હું, તને કેમ કહું
કહેવી છે કથની તો મારે, કરવું છે હૈયું તો ખાલી, નયનોથી તો નીર વહે - શું...
થયું સહન, કર્યું ત્યાં સુધી સહન, હવે નીરને કથની એની તો કહેવા દે - શું...
રાખે છે લાજ, જ્યાં સદા તું તો મારી, જગ લૂંટવા તો એને કોશિશો કરે - શું...
નથી નજર બહાર તારી તો આ, કયા કારણે, નજર સામે તારી આ બનતું રહે - શું...
રાત ને દિનમાં રહ્યા નથી કંઈ ફરક, રાતભર ભી તો હવે જાગવું પડે - શું...
રહ્યો છે વીતતો સમય, આમ ને આમ, જોઈ રહ્યો છું રાહ, કાંઈ એમાં ફરક પડે - શું...
ગણતો ના આને તું ફરિયાદ, ગણવી હોય તો હૈયાની વેદના એને ગણજે - શું...
હશે કંઈક તો જગમાં મારા રે જેવા, ગૂંચવાયો છે એવો, ના કોઈ એ નજરે ચડે - શું...
રાખીશ ડુબાડી મને જો તું આમ ને આમ, દર્શન મને તારાં તો ક્યાંથી મળે - શું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)