Hymn No. 3459 | Date: 16-Oct-1991
તારા હૈયાના ભાવોની ખેતી પર, ધ્યાન પૂરું તારું તું રાખજે
tārā haiyānā bhāvōnī khētī para, dhyāna pūruṁ tāruṁ tuṁ rākhajē
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1991-10-16
1991-10-16
1991-10-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14448
તારા હૈયાના ભાવોની ખેતી પર, ધ્યાન પૂરું તારું તું રાખજે
તારા હૈયાના ભાવોની ખેતી પર, ધ્યાન પૂરું તારું તું રાખજે
કરીને ખોટી વાવણી જીવનમાં, ઉપાધિ ના તો તું વાવજે – ધ્યાન…
મીઠાશનું વાવેતર કરવું ભૂલીને, વાવેતર ખારાશનું ના વાવજે – ધ્યાન…
પ્રેમનું વાવેતર કરવું ભૂલીને, વાવેતર વેરનું ના તું વાવજે – ધ્યાન…
કુસંપનાં બીજો વાવીને જીવનમાં, સંપની આશા ના તું રાખજે – ધ્યાન…
સદ્દગુણોનું વાવેતર ભૂલીને જીવનમાં, તરસ્યા ના એને તું રાખજે – ધ્યાન…
દયા ને ક્ષમાનું વાવેતર મૂરઝાઈ ના જાય, તકેદારી એની તું રાખજે – ધ્યાન…
આ વાવેતરમાંથી ઊગતા ખોટા છોડોની, છાંટણી કરી તું નાખજે – ધ્યાન…
દુર્ભાવોના છોડ જો ઊગે, ઊગે ત્યાંથી ને ત્યાંથી, ખેંચી એને તું નાખજે – ધ્યાન…
રહી જાગૃત સદા તો એમાં, ધ્યાન એનું, પૂરું ને પૂરું તું રાખજે – ધ્યાન…
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tārā haiyānā bhāvōnī khētī para, dhyāna pūruṁ tāruṁ tuṁ rākhajē
karīnē khōṭī vāvaṇī jīvanamāṁ, upādhi nā tō tuṁ vāvajē – dhyāna…
mīṭhāśanuṁ vāvētara karavuṁ bhūlīnē, vāvētara khārāśanuṁ nā vāvajē – dhyāna…
prēmanuṁ vāvētara karavuṁ bhūlīnē, vāvētara vēranuṁ nā tuṁ vāvajē – dhyāna…
kusaṁpanāṁ bījō vāvīnē jīvanamāṁ, saṁpanī āśā nā tuṁ rākhajē – dhyāna…
saddaguṇōnuṁ vāvētara bhūlīnē jīvanamāṁ, tarasyā nā ēnē tuṁ rākhajē – dhyāna…
dayā nē kṣamānuṁ vāvētara mūrajhāī nā jāya, takēdārī ēnī tuṁ rākhajē – dhyāna…
ā vāvētaramāṁthī ūgatā khōṭā chōḍōnī, chāṁṭaṇī karī tuṁ nākhajē – dhyāna…
durbhāvōnā chōḍa jō ūgē, ūgē tyāṁthī nē tyāṁthī, khēṁcī ēnē tuṁ nākhajē – dhyāna…
rahī jāgr̥ta sadā tō ēmāṁ, dhyāna ēnuṁ, pūruṁ nē pūruṁ tuṁ rākhajē – dhyāna…
|