સામે માટી જ્યાં પડી છે, ઘાટ ઘડવાની શક્તિ તુજમાં ભરી છે
જોઈ તૂટેલા કાચને, હારી હિંમત, તું ના રડ, તું ના રડ
જીવનની તો આ હકીકત છે, સહુના જીવનની આ વાત છે - જોઈ ...
સંજોગે, આશાના ગમ તૂટ્યાં છે, જીવનની બાકી માટી પડી છે - જોઈ...
કંઈક સાથ અધવચ્ચે તૂટ્યાં છે, જીવનની મંઝિલ હજી તો બાકી છે - જોઈ...
જીવનમાં પડે એવા તો દેવા છે, ઘાટ જીવનના તો ઘડ્યા છે - જોઈ...
આધાર અન્યના તો ખોટા છે, વિશ્વાસના આધાર સાચા છે - જોઈ...
પથ જીવનના તો વિકટ છે, ચાલવાનું ને ચાલવાનું તો તારે છે - જોઈ...
મંઝિલ વિના ના શાંતિ છે, પહોંચવાનું તો તારે ને તારે છે - જોઈ...
મળ્યા એટલા સાથ તારા છે, બાકીની આશ તો નકામી છે - જોઈ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)