રહી શકીશ ના જગમાં તો તું, જ્યાં અંજળ-પાણી તારાં ખૂટ્યાં છે
શંકાનાં વાદળ જ્યાં ઊભરાયાં છે, વાદળ વિશ્વાસનાં ત્યાં તો તૂટયાં છે
આવ્યા જગમાં, મળ્યા જગમાં, રહ્યા સાથે જગમાં, જ્યાં સુધી લેખ લખાયા છે
હૈયે સમજણ ખોટી જ્યાં જાગી, કારણ વિનાના ઉત્પાત ત્યાં સર્જાયા છે
તારા ને તારા જાશે તને રે ત્યજી, જ્યાં સ્વાર્થનાં બાણ તો વાગ્યાં છે
લઈ ના શકીશ શ્વાસ એક ભી વધુ, જગમાં શ્વાસ તારા જ્યાં ખૂટ્યા છે
દેખાશે ના તને કાંઈ બરાબર, જ્યાં માયાનાં ધુમ્મસ નજર પર ચડ્યા છે
કરીશ ના હૈયું ખાલી ખોટા ભાવોથી, સાચા ભાવોના અવકાશ ત્યાં ઓછા છે
કરીશ ના જો દવા સાચી રે જીવનમાં, દુઃખદર્દ જીવનમાં ના ત્યાં હટ્યા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)