શેરીએ-શેરીએ ઢોલ તો વાગે છે, રાસ-ગરબે રમવા, નરનારી તો આવે છે
ચાંદ પૂનમનો આકાશે તો ઊગ્યો છે, ચમકતી ચાંદની, એ તો રેલાવે છે
નાના ને મોટા, ઉમંગભર્યા હૈયે, રાસ-ગરબે રમવા તો આવે છે
ઢોલ શરણાઈની સંગત તો જામે છે, રાસ-ગરબે, ઉમંગભરી, સહુ રમે છે
ઉમંગના તરંગો ને રાસગરબાના સૂરો, ગગનમાં તો રેલાવે છે
જોડીએ-જોડીએ છે જોડીઓ જામી, ના થાક તો ત્યાં વરતાય છે
રાસ-ગરબે રમે જ્યાં તો ઉમંગે, દુઃખ ના ત્યાં તો દેખાય છે
આનંદનો સાગર, લે ત્યાં તો હિલોળા, સહુ એમાં નહાય ને નવરાવે છે
સમય સરકતો તો જાય, સમય જાણે ત્યાં તો અટકી જાય છે
એવી અનોખી આ રાત તો છે, અનોખી એની રંગત જામે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)