થાતો ગયો જીવનમાં, કર્મોની અનેક ગલીઓમાંથી તો પસાર
મુકામ તોયે એને એનો જગમાં ના મળ્યો (2)
થાક્યા ભલે એની ગલીઓમાં ખાતાને મળતા રહ્યાં તોયે કર્મોના ધક્કાઓ
થયો પસાર જીવનમાં, કર્મોની કંઈક અંધારીં ગલીઓમાંથી
હતી કંઈક ગલીઓ તો એવી સાંકડી, શ્વાસ રૂંધાયા એમાં તો
મુકામ વિનાની બની ગઈ મુસાફરી, મુક્તિની શોધમાં ના અટક્યો
કંઈક બિહામણાં, કંઈક સુંદર, જોવા મળ્યા દ્રષ્યો એમાં તો
હતી કંઈક ગલીઓ એવી તેજસ્વી, અંજાઈ એમાં હું તો ગયો
હતી કંઈક ગલીઓ વિશાળ એવી, વિશાળતાના દર્શન પામ્યો
ગલીઓ ગલીઓની હતી મૌલિકતા જુદી, અસર એની હું પામ્યો
રહી ચાલુ મુસાફરી એમાં, મુકામ વિના દોર પૂરો એનો ના થયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)