એક શૂન્યની રમત તો જીવનમાં, સહુએ રમવાની છે, રમવાની છે
એ, એ, એ જ તો એક છે, એ એકમાં તો જીવનમાં સહુએ સમાવાનું છે
આવ્યા સહુ એકલા, રહ્યા સાથમાં, જગમાંથી સહુએ એકલા જવાનું છે
લાગ્યું ખુદને જે સાચું, અન્યની માન્યતાની ઝંખના સહુને રહેવાની છે
મળતા ને મળતા, એકલતા ભુલાશે, પડતા એકલા, એકલતા સાલવાની છે
નહીં ગમે નિદ્રામાં પણ એકલતા, સૃષ્ટિ સ્વપ્નની ત્યાં તો રચવાની છે
રહ્યા કોઈ ને કોઈની તો સાથે, એકલતા તો ના જલદી ગમવાની છે
ગોતવાને સાથ, કદી-કદી, પાત્રતા-અપાત્રતા તો વીસરાવાની છે
છે સાથ કંઈકના તો અંતરમાં, ના જલદી એમાંથી મુક્ત થવાના છે
એ એકમાં તો ભળતાં, શૂન્ય વિના ના ત્યાં કાંઈ તો રહેવાનું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)