તારી સૃષ્ટિનો ત્યાં છે તું તો રચનાર, રોકટોક નથી ત્યાં કોઈની તો તને
તારા મનનું તો મેદાન, ત્યાં તો મોકળું છે, ત્યાં તો મોકળું છે
છે એનો તો તું બ્રહ્મા, છે એનો તો તું વિષ્ણુ, એનો તાંડવનો સર્જનાર તો તું છે
છે તું એના પાત્રનો સર્જનહાર, છે એનો તું કથાકાર, એનો પડદાનો પાડનાર તું છે
એના સુખદુઃખનો સર્જનાર, એનો અનુભવનાર પણ ત્યાં તો તું છે
તારી ઇચ્છા વિના નથી પ્રવેશ કોઈનો, જ્યાં સર્વેસર્વા એનો તો તું છે
ત્યાં અસંભવ ભી સંભવ બનતું દેખાતું, દોરી એની તો જ્યાં તારે હાથ છે
જાગશે ને શમશે તોફાન એનાં, એમાં ને એમાં, એનો જોનાર તો ત્યાં તું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)