1991-11-08
1991-11-08
1991-11-08
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14485
દીધા છે જગમાં તને તો શ્વાસ, દીધા છે ખાવા જગમાં તને તો દાંત

રાખજે રે એમાં તો તું પૂરો વિશ્વાસ, રાખજે રે એમાં તો તું પૂરો વિશ્વાસ
કરવા જગમાં કર્મો, દીધા પગ ને હાથ, દીધાં કર્મ મુજબ તો જગમાં સાથ – રાખજે…
દીધાં છે જગને જેણે અન્ન ને પાણી, રાખે સહુ પર તો સરખી મહેરબાની – રાખજે…
અંધકારે પણ રાખે સહુને નજરમાં, રહે ના કાંઈ જેની તો નજર બહાર – રાખજે…
જગની બોલી સહુ એ તો જાણે, સમજે સહુનાં હૈયાની તો જે વાત – રાખજે…
નથી જેને કોઈ મારા કે પરાયા, છે સહુમાં તો સરખા જેના રે પ્રાણ – રાખજે…
ચલાવે ના એ લાગવગ કોઈની, તારાં કર્મની લાગવગ ત્યાં ચાલશે – રાખજે…
થાય ભૂલો જગમાં તો સહુની, ભૂલ તો જેની કદી ના થાય – રાખજે…
છે દયાળુ ને કૃપાળુ સદા એ તો, વરસાવે સહુ પર જે નિત્ય પ્રેમની ધાર – રાખજે…
થાક ઉતારવા દીધી છે સહુને તો રાત, જગાડે સહુને એ જગતનો નાથ – રાખજે…
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dīdhā chē jagamāṁ tanē tō śvāsa, dīdhā chē khāvā jagamāṁ tanē tō dāṁta
rākhajē rē ēmāṁ tō tuṁ pūrō viśvāsa, rākhajē rē ēmāṁ tō tuṁ pūrō viśvāsa
karavā jagamāṁ karmō, dīdhā paga nē hātha, dīdhāṁ karma mujaba tō jagamāṁ sātha – rākhajē…
dīdhāṁ chē jaganē jēṇē anna nē pāṇī, rākhē sahu para tō sarakhī mahērabānī – rākhajē…
aṁdhakārē paṇa rākhē sahunē najaramāṁ, rahē nā kāṁī jēnī tō najara bahāra – rākhajē…
jaganī bōlī sahu ē tō jāṇē, samajē sahunāṁ haiyānī tō jē vāta – rākhajē…
nathī jēnē kōī mārā kē parāyā, chē sahumāṁ tō sarakhā jēnā rē prāṇa – rākhajē…
calāvē nā ē lāgavaga kōīnī, tārāṁ karmanī lāgavaga tyāṁ cālaśē – rākhajē…
thāya bhūlō jagamāṁ tō sahunī, bhūla tō jēnī kadī nā thāya – rākhajē…
chē dayālu nē kr̥pālu sadā ē tō, varasāvē sahu para jē nitya prēmanī dhāra – rākhajē…
thāka utāravā dīdhī chē sahunē tō rāta, jagāḍē sahunē ē jagatanō nātha – rākhajē…
|