ઓળખ છે જગમાં સહુની જુદી-જુદી, જુદી ઓળખે સહુ ઓળખાય
સહુ ઓળખાય તો નામથી, કોઈ ગામથી, તો કોઈ ધંધાથી તો ઓળખાય
ઓળખાય કોઈ જાતથી, તો કોઈ ખાસિયતથી તો ઓળખાય
ઓળખાય સહુ જુદી-જુદી રીતે, સાચી ઓળખાણ તો સહુની રહી જાય
કોઈ ઓળખાય તો કુળથી, કોઈ ઓળખાણમાં પરાક્રમના પડઘા પાડતો જાય
કોઈ ઓળખાણમાં પ્રાંત દેખાય, કોઈ ઓળખમાં ખ્યાતિ ચાડી ખાઈ જાય
પડે ના પસંદ ઓળખ જૂની જ્યારે, જુદી ઓળખે ઓળખાવવા કોશિશો થાય
છે ઓળખ તો આ બધી બહારની, અંતરની ઓળખ સહુની રહી જાય
પડી ઓળખાણ જ્યાં અંતરની, પ્રભુ ના દૂર ત્યાં તો રહી જાય
છે એ એક જ ઓળખ તો સાચી, જે જીવનમાં કદી ના બદલાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)