તારી લલૂડીમાં તું લપટાઈ જાતો ના, એની પાછળ તું દોડતો ના
રાખજે કાબૂમાં એને તું તારા, જોજે જ્યાં ને ત્યાં એ ખેંચી જાયે ના
રાખીશ ના જો તું એને કાબૂમાં, ઉપાધિમાં નાખ્યા વિના તને એ રહેશે ના
મેવામીઠાઈ જોઈને જાશે એ લલચાઈ, દોડી એની પાછળ, કાયાની બરબાદી કરતો ના
દોડતીને દોડતી જાશે, નચાવતી તને, ભોગ તનડાંના એમાં તું બનાવતો ના
રાખીશ ના કાબૂમાં જો તું એને, સંબંધોમાં વિક્ષેપ ઊભો કરાવ્યા વિના એ રહેશે ના
દોડતોને દોડતો રહેશે જ્યાં તું એની પાછળ, જીવન અશાંત બનાવ્યા વિના રહેશે ના
રાખી ના શકે કાબૂ જો તું એના ઉપર, બત્રીસીમાં પૂર્યા વિના તું રહેતો ના
ખૂલી ગઈ બત્રીસી જ્યાં, લલૂડીને મેદાન મળશે ખુલ્લું, ઉપાધિમાં નાખ્યા વિના રહેશે ના
ચાર ઇંચની પણ હસ્તિ નથી એની, સાડા ચાર ફૂટના તનડાંને નચાવ્યા વિના રહેશે ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)