શાને માડી, મને તેં તો મૂંઝવી દીધો, જ્યાં મૂંઝાયેલો છું હું તો પૂરેપૂરો
કદી લોભમાં ડુબાડી, કદી મોહમાં ફસાવી, શાને મને મૂંઝવી દીધો
ઉકેલો ઊકલે નહીં બુદ્ધિથી જ્યાં, એવા ઉકેલોનો કાં તેં ઢગલો કીધો
ખર્ચી શક્તિ તનની ને મનની, ઉકેલ તો એનો ના રે જડ્યો
એક ઉકેલ હોય તો કહું રે તને, ઉકેલોમાં તો મને ડુબાડી દીધો
કદી એક ઉકેલ લાગે સાચો, કદી બીજો, મૂંઝવણમાં તો વધારો કીધો
મતિ ગઈ છે મારી એવી રે મૂંઝાઈ, ઉકેલ સાચો નથી રે જડ્યો
શોધું એક, જડે રે બીજું, શોધનો તો અંત હજી નથી આવ્યો
સમજાતું નથી હૈયેથી રે માડી, જ્યાં જાણે તું મને રે તારો
ફરી-ફરી રે માડી, જગમાં તેં મને પાછો કાં ધકેલી દીધો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)