શૂન્યમાંથી તેં તો સૃષ્ટિ સરજી, સરજી ઓ સર્જનહાર
લાગ્યાં તને વરસોનાં વરસો, બદલતા તો એના રે દીદાર
સરજી આખર સૃષ્ટિમાં માનવને, ખાવા બેઠો પોરો તું લગાર
ભરી શક્તિ સર્વે એમાં, મૂકી ચાવી એની એથી, કરી બંધ દ્વાર
રાખ્યું બધું ખુલ્લું તેં તો તોય, રહે બધું તો નજર બહાર
ખેલ છે આ તો તારો કેવો, અરે ઓ જગના પાલનહાર
ભરઅજવાળે ભી ના દેખાય, ભરઅંધકારે ભી દેખાડે દ્વાર
કૃપા જ્યારે તું તો ઉતારે, અશક્ય ના રહે કંઈ કિરતાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)