ઊંચે આસને બેસવાની, ના રાખજે રે ઇચ્છા
સાથે બેસનારા, સાથે ફરનારા, મળશે રે થોડા
ખંખેરી આળસ ને થાક, સાથે આવનારા મળશે થોડા
ઊંચે ચડવા, સંકટ સહેનારા, મળશે રે થોડા
વગર મહેનતે મેળવવા, મળશે જીવનમાં ઝાઝા
સાચમાં સાથ પૂરનારા રે, મળશે તો થોડા
અન્યની મહેનતનું ફળ મેળવવા, મળશે ઝાઝા
કરી મહેનત, માર્ગ કાઢનારા, મળશે રે થોડા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)