મળ્યા છે દિવસને કલાક તો ચોવીસ, વધુ કદી મળતા નથી
લખાવી આવ્યો છે સંખ્યા શ્વાસની, વધુ તો મળવાના નથી
લઈ આવ્યો છે રૂપ, રંગ ને બદન તો તારાં, એ બદલાવાનાં નથી
બદલાશે મન, વિચાર ને બુદ્ધિ તો તારી, કર કોશિશ એને બદલવાની
તાપ સૂર્યમાંથી રહે સદા વહેતો, કર કોશિશ સદા એને સહેવાની
જરૂરિયાતો જગમાં રે તારી, પ્રભુએ તો બધી એ પૂરી પાડી
કરજે સદા કોશિશ તો તારી, જરૂરિયાતો તો જીવનમાં ના વધારવાની
બદલાશે મન, બુદ્ધિ ને વિચાર તો તારાં, કર કોશિશ એને બદલવાની
હર પ્રાણીને છે જરૂરત તો આ જગમાં કંઈ ને કંઈની
નથી એકસરખી જરૂરત તો જગમાં કદી કોઈની
ટકરાય છે જગમાં જરૂરિયાતથી જરૂરિયાત તને હરઘડી
બદલાશે મન, બુદ્ધિ, વિચાર તારાં, કરજે ના કોશિશ એને બદલવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)