સહુએ તો જગમાં, ક્યાંય, કોઈની પાસે અંતર ખોલવું પડે
ભાર હૈયાનો કરીને ખાલી, જગમાં અંતર હળવું કરવું પડે
કોઈ ખોલે માતપિતા પાસે, કોઈ ખોલે બંધુ-ભગિની પાસે
કોઈ ખોલે પુત્ર પરિવાર પાસે, કોઈ ને કોઈ પાસે અંતર ખોલવું પડે
કોઈ ખોલે ગુરુજન પાસે, કોઈ તો ખોલે મિત્ર પાસે
કોઈ ખોલે જીવનસાથી પાસે, કોઈ ને કોઈ પાસે અંતર ખોલવું પડે
ખાલી ના થાતાં, ભાર જીવનમાં વધતો ને વધતો જાયે
અસહ્ય ભાર વધતાં, શ્વાસ લેવા ત્યાં તો અઘરા બને
ખાલી થાવા ગોતે સહુ સ્થાન જગમાં, ખાલી થાવું તો પડે
પ્રભુના હૈયા જેવું સ્થાન નથી જગમાં, સહુ સદા આ તો ભૂલે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)