છૂટતી નથી ગાંઠો રે મનની, મનમાં જે પડી ગઈ છે
પડતાં-પડતાં તો એ પડતી રહી, પાકી એ બનતી રહી છે
દેવાતા ગયા વળ છેડાને, પાકા એ તો બનતા રહ્યા છે
ખેંચાતા ગયા છેડા ખોટા, ગાંઠ પાકી બનતી રહી છે
છોડવા લીધા છેડા હાથમાં, ખોટા ખેંચાઈ ગયા છે
છૂટવાને બદલે, પાકી ને પાકી બનતી એ ગઈ છે
મથામણ ચાલુ છે છોડવા એને, છૂટવા અખાડા એ કરે છે
કાં હવે એને કાપવી રહી, કાં બાળવી કે છોડવી રહી છે
ગાંઠો વિનાનું બનતાં મન, શક્તિ મનની પૂરી ખીલે છે
શક્તિશાળી મનને શક્તિશાળી રહેવા દેવા, નિર્ગ્રંથી કરવી પડે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)