લાલસાએ તો લૂલા, કર્મે તો અધૂરા
વગર નોતરે દુઃખ ત્યાં તો દોડી આવશે
ક્રોધમાં તો પૂરા, વિવેકમાં તો અધૂરા - વગર...
વાણીએ તો શૂરા, અભિમાને તો પૂરા - વગર...
આળસે તો લૂલા, શંકાએ તો પૂરા - વગર...
બડાશમાં તો પૂરા, સમજણમાં તો અધૂરા - વગર...
પાપમાં તો પૂરા, પુણ્યે તો અધૂરા - વગર...
જ્ઞાનમાં તો અધૂરા, અહંમાં તો પૂરા - વગર...
સહનશીલતામાં તો અધૂરા, ઉતાવળમાં તો પૂરા - વગર...
ખર્ચામાં તો રહે પૂરા, આવકમાં તો અધૂરા - વગર...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)