કોઈ કંઈક ને કંઈક તો કહેશે, કોઈ કંઈક ને કંઈક તો કહેશે
કોઈ સાચું તો કહેશે, કોઈ ખોટું કહેશે, કોઈ મશ્કરી ભી તો કરશે
ડરી જાશે જો તું એનાથી, આગળ ક્યાંથી તો તું વધશે
કોઈના કહેવાથી, મારગ સાચો તારો, તું શું છોડી દેશે
નથી કાંઈ તું રાજા રામ કે, વાત સહુની ધ્યાનમાં લેવી પડશે
એક મુખેથી એક ચીજ માટે, વાત જુદી-જુદી નીકળશે
કોઈ થઈ ખુશી કાંઈ બોલશે, કોઈ ક્રોધમાં કાંઈ કહેશે
કોઈ મીઠું-મરચું ઉમેરશે, કોઈ સાર એમાંથી બાદ કરશે
કોઈ પ્રભુને પિતા કહેશે, કોઈ પ્રભુને માતા ગણશે
કોઈ પ્રભુને સખા સમજશે, પ્રભુમાં ફરક ના કંઈ પડશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)