ક્ષણે-ક્ષણે, આયુષ્ય તારું, ઓછું થાતું જાય છે
થાતી નથી ચિંતા એની, જગની ચિંતા કરતો જાય છે
ક્ષણભંગુર આ તનને કાજે, ખૂબ પ્રપંચ કરતો જાય છે
કરેલું ભેગું જગમાં તો તારું, અહીંનું અહીં રહી જાય છે
આવ્યો છે જગમાં, સફર સ્મશાન સુધીની શરૂ થઈ જાય છે
જાગે સંજોગો જીવનમાં એવા, સમતુલા મનની ખોવાય છે
છટકી ક્ષણ હાથમાંથી જે, ના પાછી એ મેળવાય છે
કર્મની ગતિ બદલાશે, ક્ષણની ગતિ ના બદલાય છે
રહેજે તૈયાર ઝડપવા ક્ષણ, રહી એ હાથથી રહી જાય છે
યત્ન કરતાં ના થાકતો, ક્ષણ કદી એ હાથમાં આવી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)