માયાના બંધનથી, બંધાયો જે અંશ પરમાત્માનો રે
આત્મા તો તું એને રે જાણ. (2)
મુક્ત બન્યો જે માયાના બંધનથી સદાય રે
પરમાત્મા તો તું એને રે જાણ. (2)
કર્મના બંધનથી બંધાયો જે અંશ પરમાત્માનો રે
આત્મા તો તું એને રે જાણ. (2)
મુક્ત બન્યો જે કર્મના બંધનથી સદાય રે
પરમાત્મા તો તું એને રે જાણ. (2)
લોભ-લાલસાના બંધનથી બંધાયો જે અંશ પરમાત્માનો રે
આત્મા તો તું એને રે જાણ. (2)
છૂટ્યાં ને તૂટ્યાં બંધન, લોભ-લાલસાનાં સદાય રે
પરમાત્મા તો તું એને રે જાણ. (2)
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)