આવ્યો જ્યારે તું જગમાં, હતું તો સહુ તુજથી રે અનજાન
રહેતાં-રહેતાં તો થાતી રહી, જગમાં સહુની તો પહેચાન
ના કોઈ હતા તારા તો જગમાં, ના હતો તો તું રે કોઈનો
બન્યા કોઈ જગમાં તારા પ્યારા, રહ્યા કોઈ અનજાન ને અનજાન
વળગ્યા કંઈક હૈયે એવા, જાણે બની ગયા તો એક પ્રાણ
રહ્યું તન પ્રાણથી તો જુદું, જુદા રહ્યા એ તો જાણ
આવશે સાથે સહુ તારી, છૂટશે સાથ આવશે જ્યાં સ્મશાન
આવશે સાથે સદા કર્મો તારાં, તારાં કર્મોને તો પહેચાન
કહેશે સહુ તને તારો કે મારો, આવે ના કોઈ સાથે, રાખ એ ધ્યાન
છે પ્રભુ તો લક્ષ્ય સહુનું, બનાવ એને તો તું તારું નિશાન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)