દુઃખદર્દ તો ચિંતા ઊભી કરે, ચિંતા તો સુખને ખાઈ જાય
વિરલ જગમાં કોઈ એવા મળે, જે ચિંતાને ભી ખાઈ જાય
આશા કદી નિરાશા ઊભી કરે, નિરાશા તો ચિંતામાં પલટાય - વિરલ...
ડરથી હૈયું કદી જ્યાં ઘેરાય, ચિંતા એ તો ઊભી કરી જાય - વિરલ...
લોભ-લાલસા તો જ્યાં જાગે, ચિંતા ઊભી કરી શાંતિ હરી જાય - વિરલ...
કામ અધૂરાં તો જ્યાં રહે, ચિંતા એની તો ઊભી થાય - વિરલ...
અસંતોષ હૈયે તો જ્યાં વળગે, ચિંતા ને ચિંતા કરતું જાય - વિરલ...
નાશવંત ચીજની ચિંતા સહુ કરે, શાશ્વતની ચિંતા રહી જાય - વિરલ...
સમર્થ તો ચિંતા સહુની કરે, ચિંતા ના એને કાંઈ કરી જાય - વિરલ...
સુખ તો જગમાં સહુ કોઈ ચાહે, ચિંતા ભી સાથે કરતા જાય - વિરલ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)