જીવનમાં એક પછી એક આધાર તો તૂટતા ગયા
નિરાધારની આધાર માડી મારી, પોકારતાં, તું તો દોડી આવી
સાથ જીવનમાં, એક પછી એક તો છૂટતા ગયા - નિરાધારની...
મુસીબતો જીવનમાં, ચિંતા ઊભી સદા કરતી રહી - નિરાધારની ...
જાગ્યા સંજોગો આકરા, મૂંઝવણમાં માર્ગદર્શક બની - નિરાધારની...
જગપ્રાણની પ્રાણદાતા રે માડી, મારા પ્રાણની રક્ષા કરી - નિરાધારની...
જગાવી કંઈક આશા, બની આશાપુરી, કંઈક આશાઓ પૂરી - નિરાધારની...
નિરાકાર સાકારની આરાધના, રહી સદા તને પહોંચી - નિરાધારની...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)