એકલવાયો પડીશ જ્યારે તું જીવનમાં, યાદ ત્યારે કોઈને કોઈ તો આવશે
રહીશ ગૂંથાઈ કામમાં ને કામમાં તું જ્યાં,કામ વિના બીજું કાંઈ યાદ ના આવશે
કર્યું હશે જીવનમાં તેં જે જે, પડીશ એકલવાયો, યાદ એની ત્યારે ધસી આવશે
તને ગમશે કે ના ગમશે, યાદો એની તને સતાવ્યા વિના તને ના રહેશે
ચાહીશ ભાગવા તું એનાથી, એકલવાયો હશે તોયે, પીછો તારો ના એ છોડશે
ગૂંથાયો હશે કામમાં તું, જાગી જશે યાદ જો, ચિત્ત તારું કામમાં ના રહેવા દેશે
આવી જાશે યાદ ક્યારેક એવી, ચિંતા એની જગાવ્યા વિના ના એ રહેશે
જાગી જાશે જ્યાં ચિંતા એની, ઉચ્ચાટ હૈયાંમાં એનો ઊભો કર્યા વિના ના રહેશે
કંઈક યાદ જાગશે એવી, યાદ એની રડાવ્યા વિના ના એ તો રહેશે
સમય તારો એવો સોંપી દેજે તું પ્રભુને, યાદ પ્રભુ એની આપ્યા વિના ના રહેશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)