છે હાથ જગમાં તો દોષથી સહુના રે કાળા, કોઈ ઝાઝા, કોઈ થોડા
છે દોષરહિત તો જગમાં એક, પ્રભુ કે પ્રભુમય જીવન જીવનારા
થાતા રહે દોષ તો જગમાં સહુથી, તન-મન-ધન-બુદ્ધિ ને વિચારોથી
છે જગમાં તો સહુ, ખુદના દોષ ભૂલી, અન્યમાં દોષ જોનારા
રહ્યા છે ચડતા જગમાં તો સહુને, દોષના રે ભારા
મૂંઝાયા છે જગમાં સહુ તો, મેળવવા એમાંથી છુટકારા
છૂટે રે થોડા, ચડે તો ઝાઝા, આવે ના એવા એના અંત કે આરા
દૂર થયા વિના દોષ જીવનના, દેખાશે રે ક્યાંથી સુખના કિનારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)