Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2123 | Date: 02-Dec-1989
છે માયા તો પ્રભુની, તોય માયાને પ્રભુ સાથે બનતું નથી
Chē māyā tō prabhunī, tōya māyānē prabhu sāthē banatuṁ nathī

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

Hymn No. 2123 | Date: 02-Dec-1989

છે માયા તો પ્રભુની, તોય માયાને પ્રભુ સાથે બનતું નથી

  No Audio

chē māyā tō prabhunī, tōya māyānē prabhu sāthē banatuṁ nathī

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

1989-12-02 1989-12-02 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14612 છે માયા તો પ્રભુની, તોય માયાને પ્રભુ સાથે બનતું નથી છે માયા તો પ્રભુની, તોય માયાને પ્રભુ સાથે બનતું નથી

છે માનવ તો પુત્ર પ્રભુના, પ્રભુ પાસે એને તો પહોંચવા દેતી નથી

છે દાસી ભલે એ તો પ્રભુની, માનવ પર છવાયા વિના રહેતી નથી

ખટખટાવે દ્વાર જે પ્રભુની સામે, પહેલી આવ્યા વિના એ રહેતી નથી

ધરે રૂપ એવાં એ સોહામણાં, લોભાવ્યા વિના એ રહેતી નથી

ભુલાયે જગમાં તો પ્રભુ, માયા તો જલદી જીવનમાં ભુલાતી નથી

પકડમાં પકડે સહુને એવી, એની પકડમાંથી જલદી છુટાતું નથી

કરો કોશિશ જેમ ઝાઝી, અકળામણ વધાર્યા વિના રહેતી નથી

દૂર રાખવા એને, ભજ સદા તું પ્રભુને, સરળ એના વિના બીજું નથી
View Original Increase Font Decrease Font

છે માયા તો પ્રભુની, તોય માયાને પ્રભુ સાથે બનતું નથી

છે માનવ તો પુત્ર પ્રભુના, પ્રભુ પાસે એને તો પહોંચવા દેતી નથી

છે દાસી ભલે એ તો પ્રભુની, માનવ પર છવાયા વિના રહેતી નથી

ખટખટાવે દ્વાર જે પ્રભુની સામે, પહેલી આવ્યા વિના એ રહેતી નથી

ધરે રૂપ એવાં એ સોહામણાં, લોભાવ્યા વિના એ રહેતી નથી

ભુલાયે જગમાં તો પ્રભુ, માયા તો જલદી જીવનમાં ભુલાતી નથી

પકડમાં પકડે સહુને એવી, એની પકડમાંથી જલદી છુટાતું નથી

કરો કોશિશ જેમ ઝાઝી, અકળામણ વધાર્યા વિના રહેતી નથી

દૂર રાખવા એને, ભજ સદા તું પ્રભુને, સરળ એના વિના બીજું નથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē māyā tō prabhunī, tōya māyānē prabhu sāthē banatuṁ nathī

chē mānava tō putra prabhunā, prabhu pāsē ēnē tō pahōṁcavā dētī nathī

chē dāsī bhalē ē tō prabhunī, mānava para chavāyā vinā rahētī nathī

khaṭakhaṭāvē dvāra jē prabhunī sāmē, pahēlī āvyā vinā ē rahētī nathī

dharē rūpa ēvāṁ ē sōhāmaṇāṁ, lōbhāvyā vinā ē rahētī nathī

bhulāyē jagamāṁ tō prabhu, māyā tō jaladī jīvanamāṁ bhulātī nathī

pakaḍamāṁ pakaḍē sahunē ēvī, ēnī pakaḍamāṁthī jaladī chuṭātuṁ nathī

karō kōśiśa jēma jhājhī, akalāmaṇa vadhāryā vinā rahētī nathī

dūra rākhavā ēnē, bhaja sadā tuṁ prabhunē, sarala ēnā vinā bījuṁ nathī
Scan Image

Gujarati Bhajan no. 2123 by Satguru Devendra Ghia - Kaka
First...212221232124...Last