સુખ તો જગમાં સહુએ માગ્યું, દુઃખ તો કોઈએ ચાહ્યું નથી
વણનોતર્યું આવે એ તો જીવનમાં, કોઈએ એને આવકાર્યું નથી
અણગમતો મહેમાન ગણાયો ભલે, આવ્યા વિના એ રહેતું નથી
અનુભવ સાચો એ દઈ જાયે, તોય સત્કારવા કોઈ તૈયાર નથી
બોલાવો, ના બોલાવો એને, દેખા દેવા એ અચકાતું નથી
અનુકૂળ વાતાવરણ તો દેખી, આવ્યા વિના એ રહેતું નથી
કદી ઝાઝું, કદી થોડું, પળ-બે પળનો તો એ મહેમાન નથી
છે એ જીવનની વાસ્તવિકતા, એના વિના જીવન પૂરું નથી
હસતા સ્વીકારો, રડતા સ્વીકારો, આવ્યા વિના એ રહેતું નથી
છે સમજણ તો જેમાં, હસતા આવકાર્યા વિના એ રહેતા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)