કોઈને કાંઈ કહેવાય નહીં, કોઈને કાંઈ કહેવાય નહીં
સાચું કહેતાં ખોટું લાગે, ખોટું તો બોલાય નહીં
કરે સાચું, કરે ખોટું, તોય સલાહ દેવાય નહીં
માને સહુ પોતાને રાજા, એને એનું સ્થાન બતાવાય નહીં
રહે સહુ મસ્ત પોતાની મસ્તીમાં, મસ્તી તો અટકાવાય નહીં
સાચું કહેતાં વેર બંધાયે, સહન ભી થાય નહીં
તાકાત બહારની દોટ હોય, એની યાદ તો અપાવાય નહીં
વાતે-વાતે જ્યાં ક્રોધ ભભૂકે, સહન એ તો થાય નહીં
હોય ભલે રે એ વામન, કદ એનું એને સમજાવાય નહીં
કરે ભલે કોઈ ગાળાગાળી, મોઢું બંધ એનું કરાય નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)