પળભરની પહેચાન તો, બનાવી દે જગમાં વસમી રે વિદાય
કંઈક ગયા ને કંઈક આવ્યા રે જગમાં, રહ્યા ના જગમાં કોઈ સદાય
નાના-મોટા સ્નેહના તાંતણા, રહે બંધાતા તો જગમાં સદાય
તૂટે સ્નેહના તાંતણા કંઈક એવા, જલદી ના એ સંધાય
હોય વિદાય નાનાની કે મોટાની, વિદાય તો છે આખર તો વિદાય
પળ પહેલાં હોયે સાથે, લે વિદાય તો એવી, ફરી કદી ના મળાય
મળ્યા તો જે સાથે, લેશે નિશ્ચિત એક દિન તો વિદાય
સંજોગો પાડે જ્યારે વિખૂટા, વિદાય તો શૂળની જેમ ભોંકાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)