કદી-કદી રે માડી, યાદ મને ભી તું કરી રે લેજે
લાગું જો દુઃખી રે હું તો, બે આંસુ તો પાડી લેજે
લાયક ના સમજે જો મને રે માડી, લાયક મને બનાવી દેજે
પડી ગઈ છે દુઃખ સહેવાની આદત, દુઃખ હૈયું એનું ના ધરજે
વ્રત-ઉપવાસે દિન વીતે રે મારા, ઉપવાસ તો તું કરી ના લેજે
એકલતા વ્યાપે હૈયે તને રે જ્યારે, પાસે મને તું બોલાવી લેજે
ભાવભરી કરું ભક્તિ રે માડી, ભાવ મારા તો સ્વીકારી લેજે
ઓળખાણ છે તને તો મારી, ઓળખાણ તારી તો કરાવી દેજે
વિશાળ હૈયું છે તારું રે માડી, હૈયું વિશાળ મારું બનાવી દેજે
પ્રેમ વહે છે સદા તારા રે હૈયે, પ્રેમપાત્ર મને બનાવી રે દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)